રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિના અવસરે ABVP મોરબી દ્વારા કન્યા છાત્રાલય કેમ્પસમાં બહેનોને સેલ્ફ ડિફેન્સ અને સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ તથા તાલીમ આપવામાં આવી, જેમાં પીઆઇ લગધિરકા મેડમ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી ખાતે ABVP દ્વારા આજે રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે બહેનોના સશક્તિકરણ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કન્યા છાત્રાલય કેમ્પસમાં યોજાયેલા આ કાર્યક્રમમાં યુવતીઓને આત્મરક્ષણ તેમજ વધતા જતા સાયબર ક્રાઈમ અંગે જરૂરી જ્ઞાન, તકેદારી અને વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર લગધિરકા મેડમ ઉપસ્થિત રહ્યા હતાં અને તેમણે યુવતીઓને પોતાનું રક્ષણ કેવી રીતે કરવું, મુશ્કેલીના સંજોગોમાં કઈ રીતે પ્રતિક્રિયા આપવી, તેમજ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર વધતા જોખમોથી સુરક્ષિત રહેવા માટે કયા પગલા લેવા તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.









