Thursday, November 28, 2024
HomeGujaratમોરબી એસીબીનો સપાટો:ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર આપવા માટે લાંચ લેતા રેવન્યુ તલાટી રંગેહાથ...

મોરબી એસીબીનો સપાટો:ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર આપવા માટે લાંચ લેતા રેવન્યુ તલાટી રંગેહાથ ઝડપાયો

મોરબી ના રેવન્યુ વકીલ દ્વારા પોતાના અસીલ નું ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી હતી જે બાદ રેવન્યુ વકીલ ને તેના અસીલ નું ખાતેદાર પ્રમાણપત્ર કાઢી આપવાના બદલામાં મોરબીના રેવન્યુ મામલતદાર દ્વારા લાંચ માંગવામાં આવી હતી જે લાંચ સ્વીકારતા રેવન્યુ તલાટીને મોરબી એસીબી ટીમે રંગેહાથ ઝડપી પાડયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ફરીયાદી વકિલ દ્વારા રેવન્યુ લગત કામ કરતા હોય ફરીયાદીના અસીલના નામનું ખેડુત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા પ્રાંત અધિકારી મોરબીને અરજી કરી હતી.જે અરજીમાં આરોપીએ ખેડુત ખાતેદારનું પ્રમાણપત્ર આપવા માટે ફરીયાદી પાસેથી રૂ. ૪૦૦૦/- ની લાંચની માંગણી હતી.જે ગેરકાયદેસર લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ મોરબી એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.જેને આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી રેવન્યુ તલાટી જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા રૂ. ૪,૦૦૦ ની લાંચ લેતા માધાપર/વજેપર તલાટી મંત્રીની ઓફિસ ખાતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી ગેરકાયદેસર લાંચની રકમ રૂ.૪૦૦૦/- સ્વીકારતા પકડી પાડવામાં આવ્યો છે.

આ કામગીરીમાં ટ્રેપિંગ અધિકારી તરીકે મોરબી એસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ.એમ.લાલીવાલા, સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક એ.સી.બી. રાજકોટ એકમ સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!