Sunday, March 23, 2025
HomeGujaratરાજકોટ એસીબી ડીવાયએસપીના સુપરવિઝનમાં મોરબી એસીબી ટીમનો કચ્છમાં સપાટો:મહિલા તલાટીમંત્રીને લાંચ લેતા...

રાજકોટ એસીબી ડીવાયએસપીના સુપરવિઝનમાં મોરબી એસીબી ટીમનો કચ્છમાં સપાટો:મહિલા તલાટીમંત્રીને લાંચ લેતા ઝડપી લેવાયા

રાજકોટ એ.સી.બી. એકમના ડીવાયએસપી કે.એચ ગોહિલના સુપરવિઝન માં મોરબી એસીબી ટીમે છટકું ગોઠવી કચ્છ ભુજના નખત્રાણાના દેશલપર (ગુંતલી) ગ્રામ પંચાયતના તલાટી સહ મંત્રી ચંદ્રિકાબેન મગનભાઈ ગરોડાને લાંચ લેતા રંગેહાથ પકડી પડ્યા છે.તલાટી સહમંત્રી એ ગ્રામ પંચાયતના આવેલ જમીન ગૌચરની નથી તેવા દાખલાના અવેજમાં રૂ. ૨,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી જે લેતા મોરબી એ.સી.બી. દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, એ.સી.બી. એ કચ્છ ભુજ જિલ્લાના નખત્રણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગ્રામ પંચાયતની ઓફિસ ખાતેથી તલાટી સહ મંત્રીને લાંચ લેતા પકડી પાડ્યા છે. ફરિયાદીએ ફરિયાદ કરી હતી કે દેશલપર (ગુતલી) ગામના સર્વે નંબર-૬૦૭ પૈકીની જમીન (શ્રી સરકાર) હસ્તક છે તેમા નવુ રેસ્ટોરન્ટ બનાવવા માટે સરકારના જમીન હોટેલ ઉદ્યોગ હેતુ માટે ૫૨૫.૦૦ ચોરસ મીટર સરકારી પડતર જમીનની માંગણી કરી હતી. જે જમીન ગૈાચરની નથી તે અંગેનો ગ્રામ પંચાયતનો દાખલો અને ગ્રામ પંચાયતનો ઠરાવ આપવાના અવેજપેટે ફરીયાદી પાસેથી તેના મોબાઇલ ફોનમાં મેસેજથી રૂા.૨,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ફરીયાદના આધારે ગોઠવેલ લાંચના છટકામાં દેશલપર (ગુંતલી) ગ્રામ પંચાયતના તલાટી સહ મંત્રીએ

પોતાની ફરજના સ્થળ દેશલપર (ગુંતલી) ગ્રામ પંચાયત ઓફિસ ખાતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૨,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની રકમ સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરતા ચંદ્રીકાબેન મગનભાઇ ગરોડાને પકડી પાડવામાં આવ્યો છે. જેમાં ટ્રેપીંગ અધિકારી તરીકે ઇન્ચાર્જ એ.સી.બી. પોલીસ સ્ટેશન મોરબી પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.લાલીવાલા તેમજ સ્ટાફ અને સુપર વિઝન અધિકારી તરીકે રાજકોટ એ.સી.બી.એકમ ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!