Thursday, December 26, 2024
HomeNewsMorbiમોરબી એસીબી ટીમેં સીટી મામલતદાર ઓફિસના સર્કલ ઓફિસરને લાંચ લેતા રંગેહાથ પકડી...

મોરબી એસીબી ટીમેં સીટી મામલતદાર ઓફિસના સર્કલ ઓફિસરને લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યા

મોરબીમાં અવાર નવાર લાંચ રૂશ્વત ના બનાવ બને છે ત્યારે મોરબી શહેરની વિશિપરા ખાતે સીટી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જુવાનસિંહ ખેર જે સર્કલ ઓફિસર તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે તેઓ અરજદાર પાસે કાયદેસરની વારસાઈ નોંધ પાડવા માટે રૂપિયાની લાંચની માંગણી કરી હતી જેમાં બાદમાં અરજદારે આ માટે એસીબીનો સંપર્ક સાધી અને ફરિયાદ નોંધાવી હતી ત્યારે આજે બપોરે મોરબી શહેર મામલતદાર કચેરી ખાતે અરજદાર પાસે રૂપિયા લેતા સર્કલ ઓફીસર જુવાનસિંહ ખેરને રૂપિયા ૧૦૦૦ ની લાંચ લેતા મોરબી એસીબી પીઆઇ પી કે લીલા સહિતની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને તેઓની ધરપકડ કરી લાંચની રકમ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં તપાસ દરમ્યાન આ સર્કલ ઓફીસરની ઘરની જડતી પણ લેવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!