Saturday, July 4, 2026
HomeGujaratમાળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ 'નમો ભારત રેપિડ રેલ' ને માળિયા...

માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ ‘નમો ભારત રેપિડ રેલ’ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી!

માળિયા મિયાણા, ૩ જુલાઈ ૨૦૨૬:
પશ્ચિમ રેલવે દ્વારા માળિયા મિયાણા અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે એક અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. હવેથી ટ્રેન નંબર ૯૪૮૦૧/૯૪૮૦૨ (અમદાવાદ – ભુજ – અમદાવાદ) ‘નમો ભારત રેપિડ રેલ’ ને માળિયા (MALB) રેલવે સ્ટેશન પર ઊભા રાખવા (સર્વિસ હોલ્ટ) માટે રેલવે વિભાગ દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પશ્ચિમ રેલવેના ચીફ પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન મેનેજર (CPTM) દ્વારા ૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ અમદાવાદ ડિવિઝનના સિનિયર ડી.ઓ.એમ. (Sr. DOM) ને આ અંગેનો સત્તાવાર પરિપત્ર જારી કરી જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

ઝડપી કનેક્ટિવિટી: અમદાવાદ કે ભુજ જવા માટે માળિયાના નાગરિકોને હવે આધુનિક અને હાઈ-સ્પીડ ‘નમો ભારત રેપિડ રેલ’ ની સુવિધા સીધી જ પોતાના હોમ-સ્ટેશનથી મળશે.
સમયનો બચાવ: વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોને મુસાફરી માટે અન્ય મોટા સ્ટેશનો સુધી જવાની જરૂરિયાત ઘટશે, જેનાથી સમય અને નાણાં બંનેની બચત થશે.
વિકાસને વેગ: રેલવે કનેક્ટિવિટી વધવાથી સ્થાનિક રોજગારી અને વેપાર-ઉદ્યોગને પણ સારો ફાયદો થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!