Tuesday, April 15, 2025
HomeGujaratમોરબી:ચેક રિટર્ન કેસમાં ફરિયાદી ઉછીના રૂપિયા આપવાની ક્ષમતા નહિ દેખાડી શકતા આરોપીનો...

મોરબી:ચેક રિટર્ન કેસમાં ફરિયાદી ઉછીના રૂપિયા આપવાની ક્ષમતા નહિ દેખાડી શકતા આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબી કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં મહત્વનો ચૂકાદો આપવામાં આવ્યો છે. જેમાં ફરિયાદીએ આરોપીને હાથ ઉછીના દસ લાખ રૂપિયા આપ્યા હતા. જેને બદલે બે ચેક લેવામાં આવ્યા હતા. જે ચેક પરત થતાં આરોપી વિરૂદ્ધ કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે કેસમાં ચેક મુજબની રકમ આરોપીને હાથ ઉછીના આપવાની આર્થિક ક્ષમતા ફરીયાદી બતાવી શક્યા ન હતાં. તેથી ચેક રીટર્નની ફરીયાદ રદ કરી આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ મોરબી કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

તાજેતરમાં મોરબી કોર્ટ દ્વારા ચેક રીટર્નના ફોજદારી ફરીયાદમાં મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં ફરીયાદી મોરબી જીલ્લાના રાજપર ગામના વતની ધનજીભાઈ કેશવજીભાઈ મારવાણીયાએ આરોપી મોરબીના વતની શૈલેષ વેલજીભાઈ ચાવડાને હાથ ઉછીની રકમ રૂ. ૧૦,૦૦,૦૦૦/- આપેલ અને આ રકમ પરત ચૂકવવા માટે શૈલેષ વેલજીભાઈ ચાવડાએ રૂા.૫,૦૦,૦૦૦/- ના કુલ બે ચેક કરીવાદીને આપ્યા હતા. જે બન્ને ચેકો ફરીયાદીએ નાણા વસુલવા તેના ખાતામાં રજૂ કરતા બન્ને ચેકો વણચુકવ્યા પરત થતા ફરીયાદીએ, આરોપી વિરૂધ્ધ મોરબી કોર્ટમાં જુદા જુદા ચેક અંગેના ફોજદારી કેસ નાં. ૬૧૩૭/૨૦૨૦ તથા કોજદારી કેસ નાં. દર૯પ/૨૦૨૦ થી દાખલ કર્યા હતા. જે બન્ને કેસો મોરબીના ત્રીજા એડિશનલ ચીફ જયુડીયલ મેજીસ્ટ્રેટ ફી (શ્રી ડી.કે. ચંદનાની) સાહેબની કોર્ટમાં ચાલી જતા, ફરીયાદી પક્ષના પુરાવામાં, ચેક મુજબની રકમ આરોપીને હાથ ઉછીની આપવાની આર્થિક ક્ષમતા ફરીયાદી બતાવી શક્યા નહી. તેથી રૂા. ૧૦,૦૦,૦૦૦/- રોકડા આરોપીને ચૂકવેલ હોવાનું પુરવાર નહિ કરી શકતા બન્ને ફરીયાદ રદ કરી આરોપીને નિર્દોષ છોડી મુકવાનો ખુબ જ મહત્વનો ચુકાદો કોર્ટે દ્વારા આપવામાં આવ્યો છે. જે બન્ને કેસમાં આરોપી પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ તેમજ રવી કે. કારીયા રોકાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!