મોરબી રાજકોટ રોડ શકત શનાળા નજીક હોથલ હોટલ ખાતે બનેલ ફાયરીંગની ઘટનામાં સંડોવાયેલ આરોપીને ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા ગુનામાં વપરાયેલ પિસ્તોલ તથા અન્ય એક પિસ્તોલ તથા જીવતા પાંચ કારતૂસ સાથે પકડી લઈ આગળની કાર્યવાહી અર્થે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપી આપેલ છે.
મળતી માહિતી અનુસાર ગત તા.૨૭ સપ્ટે.૨૦૨૪ના રોજ મોરબી રાજકોટ રોડ શકત શનાળા ગામ નજીક આવેલ હોથલ હોટલ ખાતે હથિયાર ચેક કરતા મિસફાયરીંગ થયેલનો બનાવ બનેલ હોય જેમાં એક વ્યકિત ઇજાગ્રસ્ત થયેલ હોય અને એક ઇસમ હથિયાર સાથે નાસી ગયેલ હોય જે અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ઇજાગ્રસ્ત તથા ગેર કાયદેસર હથિયાર-ધારક સામે ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી હતી.
ઉપરોક્ત બનેલ બનાવ અંગે નાસી ગયેલ આરોપીને પકડી પાડવા જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સુચનાને લઈ ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ કાર્યરત હોય દરમ્યાન મળેલ ખાનગી હકિકત આધારે ગુનામાં સંડોવાયેલ આરોપી ભાર્ગવ ઉર્ફે મોન્ટુ પલ્લવભાઈ રાવલને આ ગુનામાં વપરાયેલ હથિયાર પિસ્તોલ તથા અન્ય એક પિસ્તોલ હથિયાર તેમજ જીવતા પાંચ નંગ કારતૂસ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે પકડાયેલ આરોપી સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.