મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના દહિસરા ગામમા ખુનનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં ફરિયાદીના ઘરમાંથી પાણી નીકળતું હોવાથી તે બાબતે બોલાચાલી થતાં આરોપીઓએ ફરિયદીના પતિ તેમજ પિતા પર લાકડી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જે હુમલામાં ખૂન થઈ જતાં પોલીસે આરોપી વિરૂદ્ધ બી.એન.એસ. ની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. જેમાં મોરબીના સિનિયર વકીલ દિલીપભાઈ અગેચાણીયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં શરતી જામીન માટે અરજી કરી જેમાં ધારદાર દલીલો કરવામાં આવતા કોર્ટે દ્વારા શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદીએ ફરીયાદ દાખલ કરતાં જણાવ્યું હતું કે ફરીયાદીના ઘરમાંથી શેરીમાં પાણી નીકળતુ હતું જેનુ મનદુખ રાખી આરોપીઓ સુરેશભાઈએ ફરીયાદીના પતિને લોખંડના પાઈપ વતી માથાના ભાગે ઈજા કરી હતી. તેમજ આરોપી અરૂણભાઈએ તેના હાથમાં રહેલ લાકડાના ધોકાથી ફરીયાદીના પતિના વાસાના ભાગે મારી ઈજા કરી હતી. જ્યારે આરોપી અશોકભાઈએ લાકડીથી શરીરના ભાગે ધા મારી ઈજાઓ કરી હતી. ત્યારે ફરીયાદીના પિતા ત્યાં આવી જતાં ફરીયાદીના પતીને માર મારવાથી બચાવવા જતાં આરોપી વિજયે તેના હાથમાં રહેલ લાકડીથી ફરીયાદીના પિતાને કપાળના ભાગે મારી ઈજાઓ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી લાકડી તથા લોખંડના પાઈપ વતી જીવલેણ ઘા કરી ઈજાઓમાં ખુન થઈ ગયું હતું. જેથી માળીયા(મી) પોલીસે આરોપીઓ વિરુધ્ધ બી.એન.એસ ની કલમ ૧૦૩(૧), ૧૧૫(૧), ૧૧૮(૧),૩૫૨, ૩૫૧ (૩), ૫૪ તથા જી.પી એકટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. જે કેસમાં આરોપી વિજયભાઈ અવચરભાઈ ઈન્દરીયાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. આરોપીના એડવોકેટ તરીકે દલીલ કરવામાં આવી કે મરણજનારને આરોપીએ કોઈ માર માર્યો નથી અને આરોપીનો કોઈ ગુાનહીત ઈતીહાસ નથી કે ગુન્હો કરવા ટેવાયેલ નથી. તેવી ધારદાર કાયદાકીય દલીલ કરી નાદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ કર્યા હતા. જે બન્ને પક્ષકારોની દલીલના અંતે નામદાર કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટનું સંજયચાંદ્રા વી. સી.બી.આઈનુ જજમેન્ટ ધ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરવામાં આવ્યો છે. આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોઘરીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા, મહેશ્વરી મકવાણા રોકાયા હતા.