મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપીને હસ્તગત કરી પોરબંદરના બગવદર પોલીસ મથકમાં સોંપ્યો.
મોરબી: પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનના ૨૦૦૧માં નોંધાયેલ છેતરપિંડી/વિશ્વાસઘાત કેસમાં ૨૪ વર્ષથી નાસતો ફરતો ફરાર આરોપી કે જેની વિરુદ્ધ પોરબંદર જયુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબ વોરંટ જાહેર કરાયું હતું. તે આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તા.૦૯/૦૧ થી તા.૧૬/૦૧ સુધી નાશતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ રાખી હોય જે અનુસંધાને પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઇ.પી.સી. કલમ ૪૬૫,૪૭૦,૪૭૧,૪૭૭(એ), ૪૨૦,૪૧૧ મુજબના આરોપીનું પોરબંદરના બીજા જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એચ.પી.ચાવડાસાહેબની કોર્ટ દ્વારા આરોપી રણમલભાઇ ચનાભાઇ રાણાવાયા ઉવ.૫૭ રહે.હાલ મેલડીમાતાના મંદિરે સિલ્વર પાર્ક સોસાયટી જુના ઘુટુ રોડ મોરબી-૨ મૂળરહે.ગામ નાગકા તા.જી.પોરબંદરવાળાનું સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ જાહેર કરેલ હોય જે આધારે મોરબી સીટી પોલીસ મથક ટીમ દ્વારા આરોપીને શોધી લઈ અટક કરવામાં આવી હતી. ત્યારે આરોપીને હસ્તગત કરી આગળની તપાસ તજવીજ કરવા પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે.