મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા શનાળા રોડ ઉપર આવેલ નોવા સ્પા પાર્લરના સંચાલક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સ્પા પાર્લરમાં કામ કરતા કર્મચારીઓની જરૂરી વિગતો સંબંધિત પોલીસ મથકમાં ન આપી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની અવગણના કરી હોય જે અંગે નોવા સ્પા સંચાલક પ્રકશભાઈ મહેશભાઈ પઠાણ ઉવ.૨૦ રહે. મોટા ભેલા તા.માળીયા(મી) વાળા વિરુદ્ધ બીએનએસ કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.