મોરબીમાં કબીર ટેકરી જેલ રોડ પાસે પરપ્રાંતિયને મકાન ભાડે આપી તેની માહિતી મોરબી એસ્યુર્ડ એપમાં અપલોડ ન કરી તેમજ સંબંધિત પોલીસ મથકમાં પણ વિગતો ન આપનાર મકાન માલીક વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામા અનુસંધાને ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન કબીર ટેકરી રોયલ સ્ટાઇલ પાછળ જેલ રોડ ખાતે એક પરપ્રાંતિય ઈસમ મળી આવેલ જેનું નામ સરનામુ પૂછતાં પોતે ઉપરોક્ત સ્થળે માવજીભાઈ ચાવડાના મકાનમાં ભાડે રહે છે, જેથી તુરંત મકાન માલીક માવજીભાઈ અણદાભાઈ ચાવડા ઉવ.૭૫ વાળાને બોલાવતા તેઓએ કબુલાત આપી હતી કે ઉપરોક્ત પરપ્રાંતિય શખ્સ અંગેની માહિતી મોરબી એસ્યુર્ડ એપમાં અને સંબંધિત પોલીસ મથકમાં આપી ન હોય જેથી મકાન માલીક વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે