મોરબી જીલ્લા કલેક્ટરને જાહેરનામા મુજબ પરપ્રાંતિયોને રૂમ ભાડે આપી, ભાડુઆતની આઇડી, ભાડા કરાર સહિતની વિગતો સંબંધિત પોલીસ મથકમાં જમા કરાવવાની હોય છે, ત્યારે શહેરના કબીર ટેકરી વિસ્તારમાં રૂમ ભાડે આપી સંબંધિત પોલીસ મથકમાં જાણ નહિ કરનાર રૂમના માલીક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ જીલ્લા કલેક્ટરના જાહેરનામા અંતર્ગત વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી, તે દરમિયાન કબીર ટેકરી વિસ્તારમાં વોકળા પાસે આવેલ રૂમમાં પરપ્રાંતિય માણસો રહેતા હોય જેથી રૂમ માલીકને બોલાવી, પરપ્રાંતિય ભાડુઆતના આઇડી તથા તેમની વિગતો મકાનમાલીક પાસે ન હોવાની કબૂલાત આપતા તુરંત પોલીસે આરોપી મકાન માલીક ફારૂકભાઈ કાસમભાઈ ચાનીયા ઉવ.૬૨ રહે. કાલિકા પ્લોટ નર્મદા હોલ સામે વાળા વિરુદ્ધ જાહેરનામા ભાંગની બીએનએસ કલમ ૨૨૩ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે