મોરબી ખાતે તા.૦૮-૦૬-૨૦૨૩ ના રોજ ચોમાસુ-૨૦૨૩ તથા સંભવિત ” Biparjoy ” વાવાઝોડાની પૂર્વતૈયારીના આયોજન અંગેની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સંભવિત પરીસ્થિતીને ધ્યાનમાં લઈને ચોક્કસ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને અલગ અલગ વિભાગો ને અને અધિકારીઓને નીચે મુજબની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં વરસાદ માપક યંત્રને વાવાઝોડુ કે અતિભારે વરસાદના લીધે નુકશાન ન થાય અને ચાલુ વરસાદે યંત્ર કાર્યરત રહે તે બાબતે તેને યોગ્ય સ્થાને રાખી ચાલુ હાલતમાં રહે તે બાબતની મામલતદારએ સમયસર ખાત્રી કરવા સુચના આપી હતી.
તાલુકા કક્ષાનો કંટ્રોલ રૂમ રાઉન્ડ ધી કલોક શરૂ રાખવા તથા સંભવિત વાવાઝોડા અન્વયે સરકારમાંથી કે ન્યુઝ ચેનલમાંથી આવતા સમાચારોને ધ્યાને લઈ કંટ્રોલરૂમ ખાતે કોઈ મેસેજ આવે તો ફરજ પરના કર્મચારીએ જિલ્લા કંટ્રોલરૂમ ખાતે તેમજ મામલતદારને ટેલીફોનિકથી જાણ કરવા સૂચના આપવા મામલતદારને તથા તાલુકા વિકાસ અધિકારીના પ્રતિનિધિને લાયઝન અધિકારીએ જણાવ્યું હતું.
માહિતી આપવાના થતા પત્રકો જેવા કે અ,બ,ક,ડ ના પત્રકો સમય મર્યાદામાં જિલ્લા કન્ટ્રોલ રૂમ, મોરબી ખાતે સમયસર મોકલવામાં આવે તેની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું.
વરસાદના આંકડા દર બે ક્લાકે જિલ્લા કંટ્રોલરૂમ ખાતે ટેલીફોનીકથી જણાવવા સૂચના આપવામાં આવી હતી.
સબંધિત વિભાગના કર્મચારીનો સંભવિત વાવાઝોડા દરમ્યાન પૂર્વ મંજુરી વગર હેડ ક્વાર્ટર ન છોડવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.