Saturday, May 24, 2025
HomeGujaratમોરબી:પાનેલી આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે કિશોરાવસ્થા દિવસની ઉજવણી કરાઈ

મોરબી:પાનેલી આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે કિશોરાવસ્થા દિવસની ઉજવણી કરાઈ

મોરબીના પાનેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કિશોરાવસ્થા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લાલપર મેડિકલ ઓફિસર ડૉ. રાધિકા વડાવિયાના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ઉજવણી કરાઈ હતી. આરોગ્ય કર્મચારી દિલીપ દલસણીયા દ્વારા કિશોરીઓને શારીરિક, માનસિક તેમજ વર્તનમાં થતાં ફેરફારો વિશે, પોષણ, વ્યસન, નાની વયે થતાં લગ્નમાં પડતી મુશ્કેલીઓ, સોશિયલ મીડિયા ઉપયોગ વિશે માહિતી અને સમજ આપવામાં આવી હતી. તેમજ કિશોરીઓને IFA, સેનેટરી પેડ, અને શૈક્ષણીક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાનેલી ખાતે લાલપર મેડિકલ ઓફિસર ડૉ. રાધિકા વડાવિયાના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે કિશોરાવસ્થા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમા આરોગ્ય કર્મચારી દિલીપ દલસાણીયા દ્વારા કિશોરીઓને શારીરિક, માનસીક તેમજ વર્તનમાં થતાં ફેરફારો વિશે, પોષણ, વ્યસન, નાની વયે થતા લગ્નમાં જોવા મળતી મુશ્કેલી, સોશિયલ મીડિયા ઉપયોગ વિશે માહિતી અને સમજ આપવામાં આવી હતી. કિશોરીઓને IFA, સેનેટરી પેડ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમજ પૌસ્ટિક ભોજન અને જ્યુસની મજા બાળકીઓને કરાવવામાં આવી હતી. સીએચઓ ખુશબુબેન પટેલ દ્વારા પર્શનલ હાઈઝિંગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ કાર્યક્રમની ઉજવણી દરમ્યાન પાનેલી ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમભાઈ હડીયલે ઉપસ્થિત રહી બાળકોને યોગ્ય માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. જે કાર્યક્રમને સફળ બનાવવા આશા વર્કર બહેનો મીનાબેન સોલંકી, રમીલાબેન સોલંકી, જયશ્રીબેન સોલંકી અને વનિતાબેન સોલંકીએ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!