Tuesday, May 13, 2025
HomeGujaratમોરબી: અમદાવાદના ટુરિઝમ એજન્ટ દ્વારા અમેરિકાની ટૂરના નામે લાખો રૂપિયાની છેતરપિંડી

મોરબી: અમદાવાદના ટુરિઝમ એજન્ટ દ્વારા અમેરિકાની ટૂરના નામે લાખો રૂપિયાની છેતરપિંડી

વૈશવી ટુરીઝમના ડિરેક્ટર પતિ-પત્ની દ્વારા મોરબીના ખેડૂત સહિત ચાર લોકો સાથે છેતરપિંડી.

- Advertisement -
- Advertisement -

મોરબીના નિવૃત ખેડૂત અને તેના મિત્રને અમેરિકા લગ્ન પ્રસંગમાં જવાનું હોય, ત્યારે અમદાવાદની વૈશવી ટુરિઝમમાં અમેરિકાની ટૂર માટે ટિકિટ અને પેકેજ બુકિંગના બહાને ખેડૂત સહિત અન્ય ત્રણ પાસેથી ૭.૭૧ લાખ રૂપિયા અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી ટીકીટ ઓન હોલ્ડ આપી, ટિકિટ કન્ફર્મ ન કરીને છેતરપિંડી કરી હોય ત્યારે સમગ્ર બનાવ મામલે બંને આરોપી પતિ-પત્ની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઈ છે.

મોરબીમાં પટેલ સોસાયટી બી-૬ રવાપર રોડ ખાતે રહેતા ૭૦ વર્ષીય ખેડૂત રમેશભાઈ બાલુભાઈ ઉઘરેજાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, રમેશભાઈ અને તેમના મિત્ર વસંતભાઈ અંબાલાલ પટેલને તેમના અન્ય મિત્ર મુકેશભાઈ પંચાલના દીકરાના લગ્ન પ્રસંગમાં અમેરિકા જવાનું હોય જેથી મુકેશભાઈ તથા રમેશભાઈના બહેનના આગ્રહ કરવાથી અમેરિકા જવાની ટીકીટ અને ટૂર પેકેજ અમેરિકા તથા અમદાવાદમાં કાર્યરત વૈશવી ટુરીઝમ પ્રા. લિ. માં કરવાનું નક્કી કર્યું હતું, જે ટૂર પેકેજના કુલ રૂપિયા ૭.૭૧ લાખમાંથી રૂ.૩.૧૪ લાખ રમેશભાઈ અને વસંતભાઈએ તથા રૂ. ૧.૬૫ લાખ રમેશભાઈના બેન મીનાબેને તથા રૂ.૨.૯૦ લાખ મુકેશભાઈ પંચાલે વૈશવી ટુરીઝમના ડિરેક્ટર મહર્ષિ દવે અને તેમના પત્ની ભાવિકાબેન દવેના જણાવ્યા મુજબના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારે અમદાવાદમાં કાર્યરત વૈશવી ટુરીઝમ પ્રા. લિ.ના ડાયરેક્ટર મહર્ષિભાઈ પ્રવીણભાઈ દવે અને તેમની પત્ની ભાવીકાબેન મહર્ષિભાઈ દવેને રકમ મળ્યા બાદ, તેમના તરફથી ૧ એપ્રિલ ૨૦૨૫ માટેની ફ્લાઇટ ટિકિટ ઇલેક્ટ્રોનિક માધ્યમથી મોકલવામાં આવી, જે ‘ઓન હોલ્ડ’ સ્ટેટસમાં હતી. જે બાદ ટિકિટ કન્ફર્મ મોકલી આપવાનું કહી, કન્ફર્મ ટીકીટ માટે અનેકવાર સંપર્ક કરવા છતાં કોઇ પ્રતિસાદ મળ્યો નહીં. ઉલટા, ફોન પણ રિસીવ ન કરી બંને આરોપીઓએ ઇરાદાથી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કર્યાનું સામે આવ્યું હતું. હાલ રમેશભાઈની ફરિયાદને આધારે પોલીસે આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!