હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી AHTU ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. AHTU ટીમને બાતમી મળતા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામ ખાતેથી આરોપી રવિભાઈ સુરેશભાઈ પુરબીયા અને ફરિયાદીની સગીર વયની દીકરીને ભગાડી ગયો હતો જે ગુન્હામાં બંનેને કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…..
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ અને પોલીસ અધીક્ષક મોરબી ની સુચના મુજબ મોરબી જિલ્લામા અપહરણ તેમજ ગુમ થયેલ બાળકો અને સ્ત્રી અત્યાચાર ના ગુન્હામાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા AHTU ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જેથી AHTU PI તથા સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન ખાનગી બાતમી મળી કે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ૧૩ વર્ષથી ગુન્હામાં નાસતો ફરતો આરોપી તેમજ ભોગ બનનાર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે રહેતો હોવાની બાતમીના આધારે મોરબી AHTU ટીમ દ્વારા તપાસ કરી લખતરના જૂના વાલમીકી વાસ વિસ્તારમાંથી આરોપી રવિભાઈ સુરેશભાઈ પુરબીયા અને ફરીયાદીની સગીર વયની દિકરીને અપહરણ કરી ભગાડી ગયો હતો. જે બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં એમ.બી.મિસ્ત્રી પોલીસ ઇન્સ્પેકટર I/C AHTU મોરબી તેમજ AHTU સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ત્યારે મોરબી જિલ્લામાં કોઇ અસામાજીક પ્રવૃત્તિ જણાય આવ્યે તો મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ફોન નંબર- ૦૨૮૨૨ ૨૪૩૪૭૮ ઉપર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે…









