હળવદ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુન્હો નોધાયો હતો. જે આરોપી છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો હતો. ત્યારે મોરબી AHTU ને મળેલી બાતમીના આધારે મોરબી તાલુકાના જૂની પીપળી ખાતે તપાસ હાથ ધરી આરોપી બળદેવભાઈ લાભુભાઈ રાજપરાની ફરિયાદી ની સગીર વયની દીકરીને અપહરણ કરીને ભગાડી ગયો હતો. જે આરોપી તેમજ ભોગ બનનારને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી….
મળતી વિગત અનુસાર, મોરબી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, પોલીસ અધીક્ષક મોરબીની સુચના મુજબ મોરબી જિલ્લામા અપહરણ તેમજ ગુમ થયેલ બાળકો અને સ્ત્રી અત્યાચારના ગુન્હામાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા AHTU ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જેને આધારે AHTU ના PI તેમજ સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી ક હળવદ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.ની અલગ અલગ કલમો હેઠળ નોંધાયેલ ગુન્હાનો આરોપી તેમજ ભોગ બનનાર હાલ જુની પિપળી ગામે રહેતા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે મોરબી AHTU ટીમ દ્વારા મોરબી તાલુકા જૂની પીપળી ખાતે રહેતા અને મૂળ હળવદ તાલુકાના ગોલાસણ વાળાની તપાસ કરતા આરોપી બળદેવભાઇ લાભુભાઇ રાજપરા ફરિયાદીની સગીર વયની દિકરીને અપહરણ કરી ભગાડી ગયો હતો. ત્યારે આરોપી બળદેવભાઇ લાભુભાઇ રાજપરા તેમજ ભોગ બનનાર બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહિ હાથ ધરી છે. જેની કામગીરી એમ.બી.મિસ્ત્રી પોલીસ ઇન્સ્પેકટર I/C AHTU મોરબી AHTU સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મોરબી જિલ્લામાં કોઇ અસામાજીક પ્રવૃતિ જણાય તો મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ફોન નંબર- ૦૨૮૨૨ ૨૪૩૪૭૮ ઉપર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે









