હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી તેમજ ભોગ બનનારને મહેસાણા જીલ્લાના બાવલુ ખાતેથી મોરબી AHTU ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. આરોપી લક્ષ્મણપુરા ગામની સીમમાં આવેલ કલરવ સેશન્સ એ.શ્રીધર નામના બંગલાની કન્સ્ટ્રકશન સાઇડની પતરાની ઓરડીમાંથી હોવાની બાતમીના આધારે પહોંચી AHTU ટીમ દ્વારા આરોપી અને ભોગ બનનારને હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જિલ્લાએ મોરબી જીલ્લામાં અપહરણ તેમજ ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી હતી. જેથી એમ.બી.મિસ્ત્રી પોલીસ ઇન્સ્પેકટર તેમજ સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નંદલાલ ડી વરમોરાને ખાનગી રાહે માહીતી મળી કે, હળવદ પોલીસ સ્ટેશનના પાર્ટ ગુ.ર.નં. ૦૦૨૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૩૭(૨), ૮૭ ગુન્હાના આરોપી અલ્પેશભાઇ કાનુભાઇ ઉર્ફે કાળુભાઇ આડેસરા ધ્રાગધ્રા તાલુકા વાળો ફરીયાદીની સગીર વયની દિકરીને ટીકર ગામે ફરીયાદીના ધરેથી અપહરણ કરી ભગાડી ગયો હતો.જે આરોપી અલ્પેશભાઇ આડેસરાને મહેસાણા જીલ્લાના કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લક્ષ્મણપુરા ગામની સીમમાં આવેલ કલરવ સેશન્સ એ.શ્રીધર નામના બંગલાની કન્સ્ટ્રકશન સાઇડની પતરાની ઓરડીમાંથી હોવાની બાતમીના આધારે તે જગ્યાએ પહોંચી AHTU ટીમ દ્વારા આરોપી અને ભોગ બનનારને હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યો છે.
જેમાં એમ.બી.મિસ્ત્રી પોલીસ ઇન્સ્પેકટર I/C AHTU મોરબી, ASI ફુલીબેન ઠાકોર, HC નંદલાલ વરમોરા, અરવિંદસિંહ પરમાર, દ્વારા કામગીરી કરવામાં આવી હતી.