Monday, November 17, 2025
HomeGujaratહળવદમાં અપહરણના કેસમાં ૧૫ વર્ષથી ફરાર આરોપીને મોરબી AHTU ટીમે ઝડપી લીધો

હળવદમાં અપહરણના કેસમાં ૧૫ વર્ષથી ફરાર આરોપીને મોરબી AHTU ટીમે ઝડપી લીધો

હળવદ પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૧ માં નોંધાયેલા સગીરાના અપહરણ કેસમાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગર જીલ્લાના નરાળી ગામની સીમમાંથી મોરબી AHTU ટીમે ઝડપી લીધો છે. આ સાથે આગળની કાર્યવાહી સબબ આરોપી અને ભોગ બનનાર બંનેને હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૧માં સગીરાના અપહરણની કલમ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો. આ કેસમાં મુખ્ય આરોપી ગિરધરભાઈ ઉર્ફે ગિધાભાઈ રહે. નરાળી તા. ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર વાળો છેલ્લા ૧૫ વર્ષથી ફરાર હતો. આ દરમ્યાન મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પોલીસ ટીમને બાતમી મળી કે આરોપી તથા ભોગ બનનાર બંને હાલ સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામની સીમમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તુરંત એએચટીયુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી ગિરધરભાઈ ઉર્ફે ગિધાભાઈ અને ભોગ બનનાર બંને નરાળી ગામની સીમમાં મળી આવતા મોરબી AHTU ટીમે બંનેને હસ્તગત કરી આગળની કાર્યવાહી સબબ બન્નેને હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!