વિશ્વભરમાં 1 ડિસેમ્બરના રોજ ‘વિશ્વ એઈડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એઈડ્સ પ્રત્યે લોકોને જાગૃત કરવા અને આ રોગના કારણે મૃત્યુ પામેલા લોકોની યાદ કરવા માટે ઉજવવામાં આવે છે. ત્યારે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે AIDS અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હંતુ.
લક્ષ્મીનગર ગામે આવેલ શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે ગઈકાલે તા.1 ડિસેમ્બરના રોજ NATIONAL AIDS CONTROL PROGRAM કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરતનગર અને મોરબી સીટીમાં પોસ્ટર અને બેનર લઈ અને રેલી કાઢેલી હતી અને લોકોને એડ્સ પ્રીવેન્શન બાબતે માહિતી આપવામાં આવી હતી. જેમાં RISK FACTORS, કેવા હોય તેની સેફટી માટે શું કરવું તેનું ફર્સ્ટ સ્ટેજ મેનેજમેન્ટ શું કરવું અને કઈ કઈ વેક્સિન આવે તેની સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમનો સમાપન આભારવિધિ સાથે કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો હેતુ કોમ્યુનિટીમાં એડ્સ પ્રીવેન્શન માટે હતો. વેક્સિનેશન શિડયુલ શું હોય અને તેમની રિસ્પોન્સિબિલિટી શું હોય તે સમજાવવાનો હેતુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ મોરબી કોલેજના પ્રિન્સિપાલ તથા સ્ટાફ મિત્રોએ અને વિદ્યાર્થી મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.









