મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રેસ એસોસિએશનના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી સેમિનાર કાર્યક્રમમાં પણ સાર્થક વિદ્યાલય ખાતે ભાગ લઇ વિદ્યાર્થીઓને પત્રકારત્વ વિશે પત્રકાર એસોસિએશન મોરબી દ્વારા સમજ આપવામાં આવી હતી.
સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સાર્થક વિદ્યાલય ખાતે મોરબી પ્રેસ એસોસિયેશનનાં પ્રમુખ અતુલભાઈ જોષી, ઉપપ્રમુખ મિલનભાઈ નાનક, મંત્રી રવિભાઈ ભડાનીયા, સહમંત્રી ચંદ્રેશભાઇ ઓધવિયા, ખજાનચી જીગ્નેશભાઈ ભટ્ટ,કારોબારી સભ્ય રાજેશભાઈ આંબલીયા, મહેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ મોટવાણી, હિમાંશુભાઈ ભટ્ટ, સુરેશભાઈ ગોસ્વામી, પાર્થભાઈ પટેલ તથા તમામ સભ્યોના સન્માન સમારોહનું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, અમુલભાઇ જોષી, ઉપપ્રમુખ સુરેશભાઈ ત્રિવેદી, નરેન્દ્રભાઇ મેહતા,શાસ્ત્રીજી વિપુલભાઈ શુક્લ,સંગઠનમંત્રી હિતેશભાઈ રાજગોર, શિક્ષણ સમીતી સભ્ય મયુરભાઈ શુક્લ, હિરેનભાઈ મેહતા, સચિનભાઈ વ્યાસ, મિલનભાઈ ભટ્ટ, વિશ્વાસભાઈ જોષી મોરબી તાલુકા પ્રમુખ કૌશિકભાઈ વ્યાસ સહિતનાઓએ ખુબ જહેમત ઉઠાવી હતી.
વધુમાં આ સાથે સાર્થક વિદ્યામંદિર ખાતે પત્રકારત્વમાં કારકિર્દી નામના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. આ સેમિનારમાં મોરબીના વિવિધ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે જર્નાલિઝમ અંગે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ પુછેલ વિવિધ પ્રશ્નોના ઉપસ્થિત પત્રકારોએ માહિતી સભર જવાબ આપ્યા હતા.પત્રકારત્વ ક્ષેત્રે કેરિયર બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની માહિતી મળી હતી. જેમાં કોમર્સના વિદ્યાર્થીઓને લાભ લીધો હતો ઉલ્લેખનીય છે કે સાર્થક વિદ્યામંદિરમાં કૉમર્સ/સાયન્સના અભ્યાસ દરમિયાન કારકિર્દી માર્ગદર્શન માટે જુદા જુદા કાર્યક્રમોનું નિયમિત આયોજન થતું હોય છે.આ શ્રેણીમાં એક નવા મણકાનો ઉમેરો થયો હતો.