Friday, December 27, 2024
HomeGujaratમોરબી:છેતરપિંડીના ગુનામાં ૧૨ વર્ષથી વોન્ટેડ આરોપીને અમદાવાદથી દબોચી લેવાયો

મોરબી:છેતરપિંડીના ગુનામાં ૧૨ વર્ષથી વોન્ટેડ આરોપીને અમદાવાદથી દબોચી લેવાયો

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ તથા એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિશ્વાસઘાત/છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી લઈ હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ મથકમાં સોંપી આપવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમના પીએસઆઇ વી.એન.પરમાર સહિતની ટીમ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના કોન્સ.બ્રિજેશભાઇ કાસુન્દ્રા તથા વિક્રમભાઇ રાઠોડને ખાનગીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર સીટી પોલીસ મથકમાં આઇપીસી કલમ-૪૦૭ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો રાજસ્થાની આરોપી પવનકુમાર રામાઅવતાર શર્મા હાલે અમદાવાદ અસલાલી સર્કલ ખાતે આવેલ હોવાની ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત મળતા જે આધારે ઉપરોકત જગ્યાએ સ્ટાફ સહિત જઇ તપાસ કરતા છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપી પવનકુમાર રામાઅવતાર શર્મા ઉવ.૪૨ રહે.કાકરા બરોદ તા.બહેરોડ જી.અલવર(કોતપુતલી બહેરોડ) રાજસ્થાન વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી સબબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!