મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ ટીમે બે અલગ અલગ ખુન કેસના આરોપીને દબોચ્યો
મોરબી તાલુકા તથા ચોટીલા પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૫ તથા ૨૦૧૬માં નોંધાયેલ બે અલગ અલગ મર્ડરના ગુનામાં છેલ્લા ૯ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જીલ્લામાંથી પકડી હસ્તગત કરી મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ કચેરી લાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ ટીમ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના હેડ.કોન્સે. જયેશભાઇ વાઘેલા તથા કોન્સે. બ્રિજેશભાઇ કાસુન્દ્રા, વિક્રમભાઇ રાઠોડને સંયુક્તમા ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબી તાલુકા પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૬ તથા સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પોલુસ મથકમાં વર્ષ ૨૦૧૫માં નોંધાયેલ હત્યાના ગુનામાં છેલ્લા ૯ વર્ષથી વોન્ટેડ આરોપી રાજેશ પુજીયા હાલ એમપી રાજ્યના જાંબુઆ જીલ્લામાં હોવાની હકીકત મળી હતી. જેથી તુરંત પેરોલ ફર્લો સ્ક્વોડની એક ટીમ મળેલ બાતમીની જગ્યાએ રવાના કરી હતી.
ઉપરોક્ત મળેલ બાતમી મુજબના સ્થળ ઉપર તપાસ કરતા બે અલગ અલગ મર્ડરના ગુનામાં ૯ વર્ષથી વોન્ટેડ આરોપી રાજેશ પુજીયા ભુરીયા ઉવ.૩૫ રહે. કુશલપુરા ગામ માલ ફળીયુ તા.જી.જાબુંઆ (એમ.પી.) વાળો આઝાદ ચોક જાબુંઆ ગ્રામીણ બેંકની સામેથી મળી આવતા તેની સ્થળ ઉઓરથી અટક કરી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની કચેરી ખાતે લાવી આગળની ઘટીત કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવેલ છે.