મોરબીના ઉમિયા સર્કલ નજીક બાઈક ઉપર સવાર વૃદ્ધનું ચાલુ બાઇકે ચક્કર આવતા નીચે પડી જતા બેશુદ્ધ હાલતમાં તેઓને સરકાર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતા જ્યાં ડોક્ટરે વૃદ્ધને મરણ ગયાનું જાહેર કર્યા હતા.
મળતી વિગતો અનુસાર મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક-૧ માં રહેતા ચતુરભાઈ રાઘવજીભાઈ ગામી ઉવ.૬૦ ગઈકાલ તા.૦૭/૦૬ના રોજ બાઈક ચલાવી પોતાના ઘરે ખેતરેથી ઘરે આવતા હોય તે દરમિયાન શનાળા રોડ ઉપર આવેલ રત્નકલા એક્સપોર્ટની સામે અચાનક ચક્કર આવી બેભાન થઈ પડી ગયા હતા. જેથી ચતુરભાઈને ૧૦૮ એબ્યુલન્સ મારફતે સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસીને ચતુરભાઈને મરણ જાહેર કરતા મોરબી સીટી એ ડીવીઝ પોલીસે અ.મોતની નોંધ કરી. આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.