Saturday, April 27, 2024
HomeGujaratમોરબી : રફાળેશ્વર નજીક રોડ ક્રોસ કરતા વૃદ્ધને બાઈક ચાલકે હડફેટે લેતા...

મોરબી : રફાળેશ્વર નજીક રોડ ક્રોસ કરતા વૃદ્ધને બાઈક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મચ્છુનગર ગામે રહેતા મંગાભાઈ અરજણભાઈ ઝાલા(ઉ.વ.૭૦) રફાળેશ્વર ચોકડી થી નેશનલ હાઈવે ઉપર ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે આરોપી જીજે-૩૬-કે-૦૯૫૫નાં ચાલકે પોતાનું બાઈક પુર ઝડપે ચલાવીને મંગાભાઈને હડફેટે લેતા તેને માથાના ભાગે તથા હાથ-પગ ઈજા થઇ હોય સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યારે બાઈક ચાલક નાશી ગયો હતો. મોરબી તાલુકા ફરિયાદ પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!