Thursday, November 14, 2024
HomeGujaratમોરબી:પત્નીઓ સાથે જાહેરમાં ઝઘડો કરી રહેલ બે ભાઈઓને અટકાવવા ગયેલ વૃદ્ધને માર...

મોરબી:પત્નીઓ સાથે જાહેરમાં ઝઘડો કરી રહેલ બે ભાઈઓને અટકાવવા ગયેલ વૃદ્ધને માર માર્યો

મોરબી શહેરના મુનનગર ચોક પાસે પત્નીઓ સાથે બોલાચાલી કરી ઝઘડો કરી રહેલા બે સગા ભાઈઓને સોસાયટીમાં રહેતા વડીલ દ્વારા ઝઘડો નહીં કરવા બંને ભાઈઓને સમજાવતા બંને ભાઈઓએ વૃદ્ધ સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યા અંગેની અત્રેના એ ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના મુનનગર ચોક પાસે ગત તા.૦૭/૧૧ના રોજ ઝઘડાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં પાનની દુકાને ઉભેલા ફરીયાદી રાજેન્દ્રભાઇ મોહનભાઇ દેત્રોજા ઉવ.૬૦ રહે. ન્યુ ચંદ્રેશનગર મોરબી પર બે આરોપીઓએ હુમલો કર્યો હતો.

ફરીયાદ મુજબ, આ સમયે આરોપીઓ વિજયભાઇ અને પીયુષભાઇ ત્રીભુવનભાઇ સવસાણી (બંને રહે: શિવમ એપાર્ટમેન્ટ, રવાપર ઘુનડા રોડ ક્રિષ્ના સ્કૂલ પાસે મોરબી) પોતાના પત્નીઓ સાથે જાહેરમાં બોલાચાલી કરી રહ્યા હતા. ત્યારે ફરીયાદી રાજેન્દ્રભાઈએ તેમને સોસાયટીમાં ઝઘડો ન કરવા કહેતા બંને ભાઈઓને સારું નહીં લાગતા રાજેન્દ્રભાઈને ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટુનો મૂંઢમાર મારવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર બનાવ અંગે રાજેન્દ્રભાઇ દ્વારા બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનાની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!