Saturday, January 11, 2025
HomeGujaratમોરબી:હાથ ઉછીના પૈસા ન આપતા વૃદ્ધને જાતિ પ્રત્યે હડધૂત કરી છરીનો ઘા...

મોરબી:હાથ ઉછીના પૈસા ન આપતા વૃદ્ધને જાતિ પ્રત્યે હડધૂત કરી છરીનો ઘા ઝીકયો,ફરિયાદ નોંધાઈ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભડિયાદ રોડ ઉપરથી ચાલીને ઘરે જઈ રહેલ વૃદ્ધ પાસે હાથ ઉછીના રૂપિયા માંગતા જે પૈસા આપવાની વૃદ્ધે ના પાડી હતી જેથી આરોપીએ ઉશ્કેરાઈને વૃદ્ધને જાતિ પ્રત્યે અપમાનિત કરી છરીનો એક ઘા મારી દઈ આરોપી સ્થળ ઉપરથી નાસી ગયો હતો. હાલ વૃદ્ધને આ

- Advertisement -
- Advertisement -

સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોય ત્યારે વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવતા સીટી બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

મળતી માહિતી અનુસાર મોરબી-૨ જંગ્લેશ્વર મહાદેવ મંદિર પાસે ભડીયાદ કાંટે રહેતા દેવજીભાઇ છગનભાઇ પરમાર ઉવ.૬૫ એ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી પ્રભુભાઇ બાબુભાઇ સુરેલા રહે મોરબી-૨ ભડીયાદ રામાપીરના ઢોરેવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા. ૧૯/૦૭ના રોજ ફરીયાદી દેવજીભાઈ પોતાની ચોકીદારીની નોકરી પુરી કરી પગપાળા ચાલીને ઘર તરફ આવતા હતા ત્યારે આરોપી પ્રભુભાઈ તેમને સામા મળતા દેવજીભાઈ પાસે હાથ ઉછીના રૂપિયાની મંગની કરી હતી. જેથી દેવજીભાઈએ ઉછીના રૂપિયા આપવાની ના પાડતા આરોપી પ્રભુભાઇએ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી હતી અને જાતી પ્રત્યે અપમાનીત કરી દેવજીભાઈને છરીનો એક ઘા જમણા પડખામાં મારી દઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. જે મુજબની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!