મોરબીમાં શહેરમાં આમતો લોકોને જાણ કર્યા વિના જ વિજકાપ મૂકી દેવામાં આવતો હોવાની ઘટના સામાન્ય બની છે ત્યારે આજે તારીખ ૩૦ માર્ચ બુધવારના રોજ મોરબીના ઔધોગિક એકમોમાં વીજકાપ મુકવાનું વિજકંપની દ્વારા પરિપત્ર કરી જાહેર કર્યું હતું અને આ જાણ મોરબીનાં તમામ ઉદ્યોગકારો ને કરવામાં આવી હતી ત્યારે બીજી બાજુ આ બાબતે વીજકંપની ના કાર્યપાલક ઈજનેર એ જણાવ્યું હતું કે આ વીજકાપ રોજીંદો છે અને ખેડૂતો ગ્રાહકોને અપાતી વીજળી માટે ઔદ્યોગિક એકમો પર વીજકાપ મુકવાની વાત ને નકારી કાઢી હતી.
જે બાબતની પ્રતિ ક્રિયા આપતા મોરબીના ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે આ સ્ટેગર ડે પર મુકવામાં આવતો વિજકાપ દર અઠવાડિયામાં હોય છે જેના લીધે યુનિટોએ જનરેટર પર ફરજીયાત કામ કરવું પડે છે અમે સતત સીરામીક ઉદ્યોગ એ ચોવીસ કલાક ધમધમતો ઉદ્યોગ છે જેમાં વીજકાપ મુકવાથી એકમોનો આર્થિક બોજ પણ વધે છે ત્યારે મોરબીના ઉદ્યોગકારો પર બધી બાજુથી બોજ પડતા પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે અત્યંત દુઃખદ વાત છે.