શ્રી વાંકડા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક ઉત્સવ યોજવામાં આવશે. જે અંતર્ગત વડિયા રૂક્ષાનાબેન ઈકબાલભાઈનો વિદાય સમારંભ કાર્યક્રમ તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ‘રંગોત્સવ’ નિહાળવા અને બાળકોમાં રહેલી શક્તિઓને બિરદાવવામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રી વાંકડા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક ઉત્સવ યોજવામાં આવશે. જે અંતર્ગત વડિયા રૂક્ષાનાબેન ઈકબાલભાઈનો વિદાય સમારંભ તેમજ વિદ્યાથીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ‘રંગોત્સવ’ નિહાળવા અને બાળકોમાં રહેલી શક્તિઓને બિરદાવવામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તા. ૦૧-૦૩-૨૦૨૫, શનિવાર રોજ રાત્રે ૮-૦૦ વાગ્યે વાંકડા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે હંસાબેન પારધી (પ્રમુખ જિલ્લા પંચાયત – મોરબી), દુર્લભજીભાઈ દેથરીયા (ધારાસભ્ય – ટંકારા પડધરી), ચંદ્રિકાબેન કડીવાર (ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ – મોરબી), એન.એ મહેતા (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી – મોરબી), દિનેશભાઈ ગરચર (નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી – મોરબી), અશોકભાઈ દેસાઈ (પ્રમુખ તાલુકા પંચાયત – મોરબી), ચિરાગભાઈ આદ્રોજા (બી.આર.સી.કો. – મોરબી) અને ચંદ્રકાંતભાઈ બાવરવા (સી.આર.સી.કો. – નીચી માંડલ) સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.