સાળીની છેડતીમાં સમજાવા ગયેલ બનેવીને છરીના ઘા ઝીકયા.
મોરબીમાં વધુ એક છેડતીના બનાવમાં સશસ્ત્ર મારામારી મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે, જેમાં શહેરના માધાપર વિસ્તારમાં સાળીની છેડતી કર્યા બાબતે બનેવી દ્વારા છેડતી કરનાર શખ્સોને સમજાવવા ગયેલ હોય ત્યારે ચાર આરોપીઓએ છરીના ઘા માર્યા હોય, જ્યારે સામાપક્ષ દ્વારા સામે જોવા બાબતનો ખાર રાખી ધોકા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યા હોવાની સામી ફરિયાદ નોંધાવી હતી, હાલ એ ડિવિઝન પોલીસે કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના અંબિકા રોડ શેરી નં.૨ માં રહેતા અજયભાઇ હર્ષદભાઇ વરાણીયા ઉવ.૨૫ એ આરોપી અવિનાશ મનાભાઇ કાઠીયા, કપીલભાઇ કોળી રહે. સોમૈયા સોસાયટી, લાલી રમેશભાઇ પરેશા તથા યશ ભગાભાઇ સથવારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા મુજબ, ગઈકાલ તા.૦૨/૦૪ ના રોજ ફરીયાદીની સાળીને આ કામનો આરોપી અવિનાશ દ્વારા છેડતી કરેલ હોય તે બાબતે ફરિયાદી અજયભાઈ આરોપીને સમજાવતા હતા ત્યારે આરોપી કપીલે છરી કાઢી તે વખતે અન્ય તમામ આરોપીઓએ અજયભાઈના હાથ-પગ પકડી રાખ્યા હોય અને આરોપી કપીલે ફરિયાદીના થાપાના ભાગે તથા જમણા હાથના પોહચામાં છરીના ઘા મારેલ ત્યારે ફરિયાદીના માતા છોડાવવા જતા આરોપી અવિનાશે તમને પગમાં ધોકો મારી એક બીજાની મદદ ગારી કરી ગુનો કર્યો હોય જે મુજબની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામા પક્ષે મોરબી વાબડી રોડ રેવા પાર્ક સોસાયટી શેરી નં.૩ માં રહેતા કલ્પેશભાઇ ધીરુભાઇ દેગામા ઉવ.૨૩ એ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેમાં આરોપી જય મુકેસભાઇ પાટડીયા રહે.સોમેયા સોસાયટી મોરબી, અજયભાઇ હકાભાઇ વરાણીયા તથા વિજય હકાભાઇ વરાણીયા રહે.બન્ને. માધાપર અંબીકા શેરી મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી કલ્પેશભાઈ તથા તેના મિત્રો માધાપર શેરી નં.૩ માં રઘાભાઈની ઇસ્ત્રીની દુકાને હતા એ દરમિયાન આ કામના આરોપી જય પાટડીયા એ ફરિયાદીની સામે કાતર મારી જોતા ફરિયાદીએ તેને ટોકતા આરોપી ઉશ્કેરાઇ જતા તેને ગાળો આપી જતો રહેલ બાદમાં ઉપરોક્ત ત્રણેય આરોપીઓ પરત આવી ફરીયાદી સાથે ઝઘડો કરવા લાગેલ અને આરોપી અજયે ફરીયાદીને ધોકા વડે માથામા ઘા કરેલ બાદ સાહેદ રાહુલ વચ્ચે પડતા આ કામના આરોપી વિજયે રાહુલને જાપટ મારી તેના હાથમા રહેલ પાઇપ પગમા મારી પાડી દઈ માથાના ભાગે ઘા કરી ઈજા કરેલ તેમજ ત્યા પડેલ ફરિયાદી તથા સાહેદના વાહનમા નુકશાન કરી એકબીજાની મદદગારી કરી ત્રણેય આરોપીઓ ચાલ્યા ગયા હતા.
ઉપરોક્ત બંને પક્ષ દ્વારા નોંધવાયેલ ફરિયાદને આધારે પોલીસે બંને પક્ષના કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તમામની અટકાયત કરવા સહિતની આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.