મોરબીમાં આવેલ મચ્છુ-૨ ડેમ રીપેરીંગ કામ અર્થે ખાલી કરવાનો હોય જેથી તેનું પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવનાર છે જે અનુસંધાને મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા નદીના પટ્ટમાં લોકોને અવર-જવર ન કરવા તેમજ બેઠાપુલ નજીક દર રવિવારે ભરાતી ગુઝરી પણ બંધ રાખવા જાહેર સૂચના આપવામાં આવી છે.
મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા એક જાહેર સૂચનાની યાદી પ્રસિદ્ધ કરી મોરબીવાસીઓને જણાવવામાં આવ્યું છે કે તા. ૧૨મી મે ૨૦૨૪ રવિવારના રોજ સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમ રીપેરીંગ કામ અર્થે ખાલી કરવાનો હોય તેનું પાણી નદીના પટમાં આવનાર હોય તેથી નદીના પટ વિસ્તારમાં તથા બેઠા પુલની આસ-પાસના વિસ્તારમાં તથા નીચાણ વાળા વિસ્તારમાં અવર-જવર ન કરવા જાણ/સુચના આપવામાં આવે છે.
તથા દર રવિવારે બેઠાપુલ નીચે ભરાતી ગુઝરી બજાર પણ ન ભરવા ખાસ સુચના આપવામાં આવી છે. અંતમાં જણાવાયું છે કે ઉપરોક્ત બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી દાખવનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.