મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૨૦૦૭ મતથી આગળ જોવા મળે છે ઓગણત્રીશમાં રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૫૪૧૨૫ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૫૨૧૧૮ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૨૩૫૮ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૫૨૧૧૮
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૫૪૧૨૫
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૭૮૮
4) કાસમ સુમરા (અપક્ષ) : ૨૧૩
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૬૮
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૧૩૩
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૩૫૪૧
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૯૮૩
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૪૯૦
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૪૦૯
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૯૬૪
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૯૨૨