મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં કોંગ્રેસ ઉમેદવાર ૧૩૯૫ મતથી આગળ જોવા મળે છે દસમા રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૧૫,૫૦૨ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ ને ૧૬,૮૯૭ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૮૦૬ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૧૬,૮૯૭
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૧૫,૫૦૨
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૪૯૬
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૦૦
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૭૪
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૫૫
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૯૫૨
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૪૫૩
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૭૮
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૨૪૨
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૬૦૮
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૩૯૭