Saturday, January 11, 2025
HomeGujaratમોરબી:કલર કામ દરમિયાન એકટીવામાં કલરના છાંટા ઉડયાની રાવ લઈ ગયેલ વેપારી ઉપર...

મોરબી:કલર કામ દરમિયાન એકટીવામાં કલરના છાંટા ઉડયાની રાવ લઈ ગયેલ વેપારી ઉપર હુમલો

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નિલકમલ સોસાયટીમાં ઘરની બાજુમાં કલર કામ દરમિયાન પાડોશી વેપારીના એકટીવામાં કલરના છતાં ઉડ્યાનું કહેતા પાડોશી સહિત બે શખ્સોએ વેપારી આધેડને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારી કડીયા કામના ચુનાઇડા વડે માથું ફોડી નાંખયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નિલકમલ સોસાયટીમાં રહેતા અજયભાઇ ખેંગારભાઇ સોલંકી ઉવ.૪૮ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી નરેશભાઇ રહે. મોરબી નીલકમલ સોસાયટી તથા એક અજાણ્યો ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે પડોશમાં રહેતા નરેશભાઇના ઘરમાં કલર કામ થતુ હોય તે દરમિયાન વેપારી અજયભાઈના એકટીવામાં કલરના છાંટા ઉડતા ગત તા. ૨૧/૦૮ના રોજ રાત્રીના ૯ વાગ્યાના અરસામાં અજયભાઈ ઉપરોક્ત આરોપી નરેશભાઈને આ બાબતે કહેવા જતા આરોપીને સારું નહીં લાગતા આરોપી નરેશભાઈએ અજયભાઈને ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારે તે દરમિયાન બીજો અજાણ્યો આરોપીએ અજયભાઈને કડીયા કામના ચુનાઇડાના બે ઘા મારી

ઇજા કરી હતી. જેથી અજયભાઈને પ્રાથમિક સારવારમાં માથામાં ચાર ટાંકા આવેલ હતા. ત્યારે સમગ્ર બનાવ મામલે અજયભાઈએ ઉપરોક્ત બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા સહિતની ધીરણસરની જરીવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!