મોરબીની આયુષ હોસ્પિટલમાં ૭૦ વર્ષીય માજીને ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં સારવાર આપનાર ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે માજીને છાતીમાં દુઃખાવો, ગભરામણ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ત્યાં માજીનું ઓક્સીજન લેવલ ઓછુ (૭૦%) છે. જેથી માજીને ત્રણ દિવસની સારવાર આપી સંપૂર્ણ સ્વસ્થ કરી રજા આપતા દર્દી અને તેમના પરિવારજનોએ ડોકટરો નો આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબીની આયુષ હોસ્પિટલમાં ૭૦ વર્ષીય માજીને ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં સારવાર આપનાર ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે માજીને છાતીમાં દુઃખાવો, ગભરામણ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ત્યાં માજીનું ઓક્સીજન લેવલ ઓછુ (૭૦%) છે. ઓક્સીજન ની ખુણપ હોવાથી કૃત્રિમ રીતે ઓક્સીજન આપવાનું શરુ કરાયું હતું. જેમાં ૧૨ લીટર/મિનીટના દરે આપવાની જરૂરિયાત પડી હતી. માજીનું બી.પી. પણ ખુબ જ ઓછુ આવતું હતું. જેના કારણે માજીને વધારે પાવર વાળા ઈન્જેકશન (Noradrenaline) શરુ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ હદયનો ECG કરવામાં આવતા હદયનો હુમલો હોઈ એવી શંકા જણાઈ હતી. ટ્રોપાઈ નામનો રિપોર્ટ કરાવ્યો તો રીપોર્ટ પોઝીટીવ આવતા કન્ફર્મ થયું કે માજી ને હદયનો હુમલો આવ્યો છે. ત્યાર બાદ એક્ષરે દ્વારા જાણવામાં આવ્યું કે માજીને ફેફસામાં પણ વધારે પ્રમાણમાં ઇન્ફેકશન થયું છે. કારણ કે માજીને ન્યુમોનિયા નામની બીમારી થઇ હતી. આગળ વધારે શંકા જતા હદયની સોનોગ્રાફી કરી જેમાં આવ્યું કે માજી નું હદય ૩૦% જ કામ કરે છે. જ્યાં સામાન્ય માણસનું હદય ૬૦% કામ કરતું હોઈ માજીનું હદય ૫૦% થી પણ ઓછુ કામ કરતુ હતું. આટલી બધી બીમારીના લીધે માજીને આઈ.સી.યુ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે વધારે પાવર વાળા ઈન્જેકશન અને કૃત્રિમ રીતે ઓક્સીજન આપવાનું શરુ રખાયું હતું. બીજા દિવસે માજીને ઓક્સીજનની અને વધારે પાવર વાળા ઈન્જેકશનની પણ જરૂરિયાત નહીવત થઇ ગઈ અને તાવ પણ જતો રહ્યો હતો. આઈ.સી.યુની ટીમ અને ડોક્ટરોની મહેનત રંગ લાવી હતી. અને ત્રીજા દિવસે માજી બિલકુલ સ્વસ્થ થતાં તેમને રજા અપાઈ હતી. દર્દી અને તેમના સગા દ્વારા આયુષ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોનો આભાર માનવામાં આવ્યો હતો..









