મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે ખાનગીરાહે મળેલ બાતમીના આધારે સામાકાંઠા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના રહેણાંકમાં દરોડો પાડતાં રૂ.૨.૫૯ લાખના વિદેશી દારૂની ૮૪ બોટલો જપ્ત કરી, આરોપી મકાન માલીકની અટક કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી બી ડિવિઝન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, સામાકાંઠા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના એક રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યાની માહિતી મળી હતી. જેથી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એન.એ. વસાવાની આગેવાની હેઠળની ટીમે સ્થળ પર દરોડો પાડી આરોપી અશ્વિનસિંહ વિક્રમસિંહ સરવૈયાના ઘરમાંથી જોહનીવોકર, રેડ લેબલ, બેલેન્ટાઈન, જેમસન આઈરિશ અને બ્લેન્ડર્સ પ્રાઇડ અલ્ટ્રા પ્રીમિયમ જેવી કિંમતી બ્રાન્ડની કુલ ૮૪ વિદેશી દારૂની બોટલો કિ.રૂ.૨,૫૯,૯૦૦/- મળી આવી હતી. બી ડિવિઝન પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરીને આરોપી અશ્વિનસિંહની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે