Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થાની ડિલિવરી આવેલા કચ્છના ઈસમને પકડી...

મોરબી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થાની ડિલિવરી આવેલા કચ્છના ઈસમને પકડી પાડ્યો

મોરબીમાં તહેવાર નજીક આવતા દારૂ જુગારના બુટલેગરોનો રાફળો ફાટી નીકળ્યો છે ત્યારે મોરબી બી ડિવિઝન પોલીસે એક સપ્તાહમાં જુદી જુદી વિસ થી વધુ જગ્યાએથી જુગાર દરોડા પાડ્યા છે અને વિદેશી દારૂ સાથે પણ અનેક ઈસમોની ધરપકડ કરી છે ત્યારે કચ્છના ભચાઉ તાલુકાના ચોબારીથી મોરબી ખાતે વિદેશી દારૂની ડિલિવરી આપવા આવનાર ઈસમને પકડી પાડ્યો છે

- Advertisement -
- Advertisement -

મોરબી એસપી સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈની સૂચનાથી બી ડીવીઝન પીઆઇ વિરલ પટેલ સહિતની ટિમ નાઈટ પેટ્રોલિંગ માં હતી એ દરમિયાન બી ડીવીઝન ના પ્રકાશ ડાંગર અને પ્રવીણ ઝાપડીયા ને મળેલી ખાનગી બાતમીના આધારે બી ડિવિઝન વિસ્તારના યમુનાનગરથી ગોર ખીજડિયા તરફ આવતી મહિન્દ્રા પિકઅપ ન.GJ 12 BW 7561 ને રોકી તલાશી લેતા તેમાંથી ખાલી કેરેટ પાછળ છુપાવેલા મેકડોવેલ્સ ન.૦૧ ની ૨૮૭ નંગ વિદેશી દારૂ કિંમત રૂપિયા ૧,૦૭,૬૨૫/- ,મોબાઈલ ન.૧ કિંમત રૂપિયા ૨૦૦૦,મહિન્દ્રા પિક અપ ૧,૫૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ ૨,૫૯,૬૨૫/- સાથે રાઈશી રણછોડભાઈ કોળી ઉ.વ. ૨૩ રહે ચોબારી તા.ભચાઉ જી.કચ્છની ધરપકડ કરી હતી આ સાથે જ આ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર જીતુભાઈ દરબાર રહે રામવાવ જી.કચ્છ અને આ જથ્થો જેને મોરબીમાં આપવાનો હતો એ ગોપાલ ભરવાડ રહે.વિશિપરા મોરબી ૨ અને ગૌતમ ચાવડા ના નામ ખુલતાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવા શોધખોળ હાથ ધરી છે.ઉલ્લેખનીયછે કે મોરબી જીલ્લામાં વિદેશી દારૂના વિક્રેતાઓ અને જુગરધામો પર બી ડિવિઝન પોલીસે કાળો કહેર વરસાવ્યો છે જેને લઈને તમામ આવારાતત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!