Friday, September 20, 2024
HomeGujaratમોરબી બી ડિવિઝન પોલીસે બે જુદા જુદા જુગારના દરોડા પાડી કુલ ૬...

મોરબી બી ડિવિઝન પોલીસે બે જુદા જુદા જુગારના દરોડા પાડી કુલ ૬ પત્તાપ્રેમીની ધરપકડ કરી

મોરબી પંથકમાં જીલ્લા પોલીસ દ્વારા દારૂ-જુગારની બદી ડામવા ઠેર ઠેર દરોડા પાડી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે બી ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ જુગારના બે દરોડા પાડી વધુ ૬ પત્તાપ્રેમીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં મોરબીના ઝૂલતા પુલ નીચે મહાપ્રભુજીની બેઠક નજીક બાવળની કાંટમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા અતુલભાઇ બાબુભાઇ જંજવાડીયા ઉવ.૨૯ રહે.વીશીપરા મેઇન રોડ શેરી નં.૩ હાલ રહે. કુબેર ટોકીઝ પાછળ મેલડી માતાજીના મંદિર પાછળ મોરબી-૨, રાકેશભાઇ લઘુભાઇ મોરવાડીયા ઉવ.૩૫ ધંધો મજુરી રહે.વીશીપરા મેઇન રોડ ફુલછાબ સોસાયટી, શાંતીલાલ રાઘવજીભાઇ ઉપસરીયા ઉવ.૩૦ રહે.વીસીપરા અમરેલી રોડ ભવાનીનગર, વિજયભાઇ નાગજીભાઇ રાવા ઉવ.૩૨ રહે.વીશીપરાવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૬,૦૯૦/-જપ્ત કરી આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા દરોડામાં મોરબીના અમરેલી રોડ ઉપર ઈંટુના ભઠ્ઠામાં પૈસાની હરજીત કરી તીનપત્તીના જુગારની મોજ માણી રહેલા અક્ષય બાબુભાઇ અગેચાણીયા ઉવ.૨૫ તથા રવિભાઇ સામંતભાઇ અગેચાણીયા ઉવ.૨૫ બંનેરહે-મોરબી વીશીપરા ભવાનીનગર વાડી વિસ્તાર ઇટુંના ભઠ્ઠામાને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ બંને જુગારી પાસેથી પોલીસે રોકડા રૂ.૧,૨૩૦/-જપ્ત કરી બંને વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!