પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અંતર્ગત જીલ્લા પોલીસવડા એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પી આઈ આઈ એમ કોઢિયાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ રમેશ ઉર્ફે ગટી રાણા જાગાભાઈ મચ્છાભાઈ મકવાણા (ઉ.વ.22) રહે રામપાર્ક સોસાયટી આરટીઓ પાછળ રાજકોટ વાળાને માળિયા ફાટક પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આ કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢિયાની ટીમના રમેશભાઈ મિયાત્રા, દેવશીભાઈ મોરી, ભગીરથભાઈ લોખીલ, ઋતુરાજસિંહ જાડેજા અને રમેશભાઈ મુંઘવા સહિતની ટીમ જોડાયેલ હતી









