મોરબી જીલ્લામાં બંધને નહીવત પ્રતિસાદ મળ્યો છે જેમાં બંધ કરવાની અપીલ માટે નીકળેલા 14 કોંગી આગેવાનોની પોલિસે અટકાયત કરી હતી તો બીજી બાજુ યાર્ડમાં એજન્ટો દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું હતું જ્યારે અન્ય વેપારીઓએ પોતાના ધંધા ચાલુ રાખ્યા હતા.
મોરબીમાં ભારત બંધ ના પગલે વહેલી સવારથી જ કોંગી આગેવાનો શહેરમાં નીકળી ગયા હતા જોકે મોરબીમાં બંધની અસર નહિવત જોવા મળી હતી જ્યારે આ બંધ કરાવવા નીકળેલા તમામ 14 કોંગ્રેસ કાર્યકર અને આગેવાનોની ધરપકડ કરવામા આવી હતી.
જ્યારે અન્ય ને નજરકેદ કરવામાં આવ્યા હતાં તો બીજી બાજુ મોરબી માર્કેટીંગ યાર્ડ માં બંધમાં એજન્ટોએ સમર્થન આપ્યું હતું જેમાં ત્યારે ટેકાના ભાવની ખરીદી ચાલુ રાખવામાં આવી હતી સાથે જ યાર્ડમાં વેપારીઓએ પણ પોતાના ધંધા રોજગાર ચાલુ રાખ્યા હતા.
આ પગલે મોરબી માર્કેટીંગ યાર્ડ ચેરમેન મગન વડાવીયા દ્વારા બંધને મોરબી માર્કેટીંગ યાર્ડમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવ્યું હતું સાથે જ હળવદ માં પણ ખેડૂતો જણસ વહેંચવા આવ્યા હતા પરંતુ એજન્ટોએ ખરીદી ન કરતા બંધ જેવો માહોલ જોવા મળ્યો હતો તો વાંકાનેર માં પણ માર્કેટીંગ યાર્ડમાં બંધ હોવાના પગલે પાકની હરરાજી બંધ જોવા મળી હતી.