મોરબીના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ જજ પી.સી.જોશી સાહેબની પોરબંદર ખાતે બદલી થતા મોરબી બાર એસોસિએશન તરફથી વિદાય સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી બાર એસો.ની પ્રેસયાદીમાં જણાવ્યા અનુસાર આજરોજ મોરબી ડિસ્ટ્રી.એન્ડ સેસન્સ જજ પી.સી.જોશીસાહેબની પોરબંદર મુકામે બદલી થયેલ હોય તેથી મોરબી વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા તથા તમામ હોદેદારો દ્રારા વકીલ મંડળના રૂમમાં વિદાય-પાર્ટીનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું અને મોરબી વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા, ઉપ્રપમુખ ટી.બી.દોશી, સેક્રેટરી વી.વી.શેરશીયા, જોઈન્ટ સેક્રેટરી યુ.આર.જાડેજા, કારોબારી સભ્યો એસ.આર.પટેલ, કે.ડી.પરમાર, બી.એન. ઝાલા તથા મોરબી બારના સીનીયર એકવોકેટ દ્વારા જજસાહેબને શ્રીફળ તથા મોમેન્ટો આપી વિદાય પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોરબી જીલ્લાના તમામ જજ સાહેબ, મોરબી બારના તમામ સરકારી વકીલ તથા મોરબી બારના તમામ સીનીયર એડવોકેટ તથા મોરબી બારના તમામ વકીલો તથા પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.