હવામાન વિભાગની આગાહી અનુસાર ‘બિપોરજોય’ વાવાઝોડું આગામી તા. 14 અને 15નાં રોજ સૌરાષ્ટ્ર સુધી પહોંચવાની શક્યતા છે. જેને ધ્યાને લઈ મોરબી બાર એસોસીએશન દ્વારા કોર્ટમાં હાજર ના રહી શકે તેવા સંજોગોમાં કેસની જે સ્થિતિ છે તે જ કેસની સ્થિતિ જાળવી રાખવા કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે.
મોરબી બાર એસો.ના જણાવ્યા અનુસાર, મોરબી બાર એસોસીએશન દ્વારા ઠરાવવામાં આવે છે કે, સોરાષ્ટ્ર કચ્છ ઉપર બીપોરજોય વાવાઝોડાનો ભય અને ખતરાની આગાહી સરકાર દ્વારા કરવામાં આવેલ હોય જેથી તારીખ ૧૩/૦૬/૨૦૨૩ થી ૧૫/૦૬/૨૦૨૩ સુધી તીવ્ર પવન ફુંકાવવાની તેમજ ધોરમાર વરસાદ પડવાની શકયાતા હોય જેને કારણે વકીલો તેમજ પક્ષકારો કે સાક્ષીઓ કોર્ટમાં હાજર ના રહી શકે તેવા સંજોગોમાં કેસનો જેતે સ્ટેજ હોય તે જાળવી રાખવા ન્યાયધીશોને મોરબી બાર એસોસીએસન દ્વારા વીનંતી કરવામાં આવી છે. જેથી ન્યાયનો હીત જળવાય રહે.