મોરબી બાર એસોસીએશન અને ટંકારા બાર એસોસિએશન દ્વારા પત્ર લખી ગુજરાત રાજ્યમાં Advocate Protection Act પસાર કરવાની માંગ કરવામાં આવી છે. વકીલોના હિતમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટની તાત્કાલિક જરૂરિયાત અંગે ગુજરાત રાજ્યના જુદા જુદા બાર એસોસીએસન તરફથી સંયુક્ત રજૂઆત કરવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિયેશનના સભ્યોના સંગઠન રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવાર નવારની હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાનમાં રાખીને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલીક લાગુ કરવા
દરેક બાર એસોસીએશન માંથી સંયુક્ત રજૂઆત કરવામાં આવી છે. જેમાં એડવોકેટ્સ તે આપણા કાનૂની પ્રણાલીનો અભિન્ન ભાગ હોવાથી જે ન્યાયની પ્રાપ્તિ અને ન્યાયપ્રણાલીની વિધેયતાને સુનિશ્ચિત કરવા માટે મહાન ભૂમિકા ભજવે છે. દેશને આઝાદ કરાવાથી લઇને સમાજના વિવિધ પ્રશ્નોના હલ માટે વકીલની ભૂમિકા સમાજ માટે અગત્યની રહી છે.અને આવા પ્રશ્નોના હલ માટે સમાજના વિવિધ વર્ગોના સંપર્કમા વકીલો આવતા હોય છે અને ન્યાયિક પ્રક્રિયા અને સત્ય માટેની લડતમાં અગ્રેસર રહેતા આવેલા છે. અને હાલમાં ગુજરાતના ૧,૫૦,૦૦૦ કરતા પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં ન્યાયિક કાર્યવાહીમાં પોતાની એડવોકેટ તરીકે કાર્યરત છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં વકીલાતના વ્યવસાયકો પર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. ત્યારે આ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને વકીલોની સમિતિ (ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન) એ વકિલોના હિતમાં ગુજરાત રાજ્યમાં એક મજબૂત Advocate Protection Act (વકીલ સુરક્ષા અધિનિયમ) પસાર કરવાની તાત્કાલિક જરૂર છે તેવી માંગ કરી છે. તેથી આજરોજ મોરબી બાર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને લેખિત રજૂઆત કરી કાયદો બનાવવા માંગ કરી છે.