સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલા મેહુલ બોઘરા હુમલા કેસના પડઘા મોરબીમાં પણ પડ્યા છે. અને હીચકારી હુમલાની ઘટનાને મોરબી બાર એશોસીએશને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. અને આ ગુનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહી અને તટસ્થ તપાસ કરવા મોરબી વકીલ એસો. દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ ગૃહમંત્રીને અનુરોધ કરી આરોપીઓ તરફે કોઈપણ વકીલને ન રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ આવતીકાલે તેઓ એક દીવસ માટે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે તેવું જણાવ્યું હતું. તેમજ આ અંગે વીરોધ દર્શાવવાનુ સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યું હતું.