Friday, September 20, 2024
HomeGujaratમોરબી બાસ્કેટ બોલ એકેડમી અને ડી.એલ.એસ.એસમાં પ્રવેશ માટે ૨૨મી જુલાઇએ હાઈટ-હન્ટનું આયોજન...

મોરબી બાસ્કેટ બોલ એકેડમી અને ડી.એલ.એસ.એસમાં પ્રવેશ માટે ૨૨મી જુલાઇએ હાઈટ-હન્ટનું આયોજન કરાયુ

વય અને ઊંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનોએ નવજીવન વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહેવું

- Advertisement -
- Advertisement -

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલીત વોલીબોલ એકેડમી અને ડી.એલ.એસ.એસ (ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કુલ) માટે વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૦ થી ૧૯ વર્ષના ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન કરેલ છે. જેમાં ૧૦ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૪૮+cm, અને બહેનોની ઊંચાઇ ૧૪૬+cm, ૧૧ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૫૪+cm, અને બહેનોની ઊંચાઇ ૧૫૦+cm, ૧૨ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૬૦+cm, અને બહેનોની ઊંચાઇ ૧૫૪+cm, ૧૩ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૬૫+cm, અને બહેનોની ઊંચાઇ ૧૬૦+cm, ૧૪ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૭૩+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૦+cm, ૧૫ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૮૦+cm, અને બહેનોની ઊંચાઇ ૧૬૮+cm, ૧૬ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૮૬+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૦+cm, ૧૭ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૮૮+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૪+cm, ૧૮ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૯૦+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૫+cm, ૧૯ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૯૦+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૫+cm, મુજબ વય અને ઊંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનોએ તા. ૨૨-૦૭-૨૦૨૨ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે નવજીવન વિદ્યાલય – ન્યુ એરા પબ્લિક સ્કૂલ, રવાપર-ઘુનડા રોડ ખાતે હાજર રહેવું.

હાઈટ-હન્ટમાં ભાગ લેવા ઇચ્છતા ભાઈઓ – બહેનોએ ઓરીજનલ આધારકાર્ડ અને જન્મ તારીખનો દાખલો સાથે રાખવાનો રહેશે. વધુ વિગતો માટે મો. ૮૦૦૦૪૦૨૫૯૬ તેમજ ૭૩૫૯૦૪૦૭૦૭ પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!