થોડા સમય અગાઉ મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને માળિયા મિયાણા તાલુકાના યુવા ભાજપ ઉપપ્રમુખ સાથેની ચર્ચાનો એક ઓડિયો સોશ્યલ મીડિયામાં વહેતો થયો હતો. જેમાં કાંતિલાલ અમૃતિયા કહેતા હતા કે, “કોંગ્રેસમાં હવે ક્યાં ગુંડા રહ્યા છે. બધા ભાજપમાં આવી ગયા છે” જે ઓડિયો કલીપ મામલે ઓડિયો ક્લિપ વાઇરલ કરનાર વ્યક્તિ પર સાત-આઠ લોકોએ સાથે મળી ફરિયાદી પર હુમલો કર્યો હોવાની ફરિયાદ બનાવનાં ૧૩ દિવસ બાદ ગત તા.૨૭/૦૭/૨૦૨૩ના રોજ નોંધાઈ હતી.જેમાં હવે આરોપીના આગોતરા જામીન સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.
ફરીયાદી પર પ્રોહીબીશન તેમજ મારામારી સહિતના ૧૩ જેટલા ગુના નોંધાયા છે અને અરજદાર અમિત અવાડીયા પર આ ફરિયાદ અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેમજ ફરીયાદી પ્રગ્નેશ ગોઠી ના પત્ની એ પણ અગાઉ જિલ્લા કલેક્ટર ને અરજી કરેલ છે જેમાં જણાવેલ છે કે તેમનો પતી પ્રગ્નેશ ગોઠી ખુબ દારૂ પીવે છે અને અવાર નવાર મારકૂટ કરે છે:બચાવ પક્ષના વકીલની દલીલ
મળતી માહિતી અનુસાર, થોડા સમય અગાઉ ધારાસભ્ય કાંતીલાલભાઇ અમૃતીયાની વાતચીતની ઓડીયો ક્લીપ સોશીયલ મીડીયામાં વાયરલ થયેલ હોય જે ઓડીયો ક્લીપ વાયરલ કરવા અંગે પોતાનુ નામ જાહેર નહીં કરવા બાબતે અમીતભાઇ દેવાભાઇ અવાડીયા (રહે. ભકિતનગર સર્કલ મોરબી બાયપાસ મોરબી) એ સાત થી આઠ જેટલા લોકો સાથે પ્રજ્ઞેશભાઇ ઉર્ફે રઘો રમેશભાઇ ગોથી (રહે. રવાપર સીડેન્સી હરીદર્શન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૭૦૨ રવાપર ઘુનડા રોડ મોરબી)ને ગત તા.૧૪/૦૭/ર૦૨૩ ના બપોરના સમયે રવાપર ચોકડી પાસે બોલાવી ઈસમે તેની સાથેના અજાણ્યા ઇસમો સાથે એક કાળા કલરની થાર તથા કાળા કલરની વરના નંબર પ્લેટ વગરની તથા બે એકટીવા મોટરસાઇકલમાં આવી ધોકા તથા લોખંડના પાઇપ વડે યુવકને ધોકા તથા લોખંડના પાઇપ વડે મુંઢ માર મારી ઇજા પહોંચાડી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે આખરે ગુન્હો બન્યાના તેર દિવસ બાદ ગત તા.૨૭/૦૭/૨૦૨૩ના રોજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જે બાદ આરોપી અમિત અવાડિયાએ વકીલ દ્વારા મોરબી સેશન્શ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરવામાં આવી હતી. જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી .જેમાંબચાવ પક્ષના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદી એ સારવાર લેવા સમયે ડોકટરને એવું જણાવેલ હતું કે તે પોતે મોટરસાઇકલ લઇને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતાં તે પડી ગયો છે અને ઈજાગ્રસ્ત થયો છે અને આ ઘટના ના તેર દિવસ બાદ અચાનક તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.તેમજ ફરીયાદી પર પ્રોહીબીશન તેમજ મારામારી સહિતના ૧૩ જેટલા ગુના નોંધાયા છે અને આરોપી અરજદાર અમિત અવાડીયા પર આ ફરિયાદ સિવાયનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેમજ ફરીયાદી ના પત્ની એ પણ જિલ્લા કલેક્ટર ને અરજી કરેલ છે જેમાં જણાવેલ છે કે તેમનો પતી ખુબ દારૂ પીવે છે અને અવાર નવાર મારકૂટ કરે છે અને હાલ પતિ થી અલગ પોતાના પુત્ર સાથે રિસામને રહે છે. તેમજ આગોતરા જમીન અરજદાર ના પિતા રાજકીય નામના ધરાવતા વ્યક્તિ હોય જેથી રાજકીય રાગદ્વેષ રાખીને આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.અને આ ગુનામાં સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તેમજ વિવિધ જજમેંટ રજુ કર્યા હતા અને જો આરોપીનીધરપકડ થાય અને થર્ડ ડિગ્રી દેવામાં આવે તો તેઓની અને તેમના પરિવારની આબરૂ ને ઠેસ પહોંચી શકે છે જેથી અરજદાર ના જામીન મંજૂર કરવા વિનંતી કરવામાં આવી હતી.આમ બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ મોરબી સેશન્સ કોર્ટ દ્વારા આ અમિત અવાડીયા ની આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી.સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન મંજૂર કરતા રાજકીય વર્તુળમાં અનેક ચર્ચાઓ શરુ થઈ છે.