Monday, January 27, 2025
HomeGujaratMorbiમોરબી તાલુકાનાં લોટસ કોલ કોર્પોરેસન નામના કારખાનાના ગ્રાઉંડમાથી વિદેશી દારુનો મોટો જથ્થો...

મોરબી તાલુકાનાં લોટસ કોલ કોર્પોરેસન નામના કારખાનાના ગ્રાઉંડમાથી વિદેશી દારુનો મોટો જથ્થો મળ્યો

મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામ નજીક એક કારખાનામાંથી 1644 વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપાયો છે. પોલીસે કુલ રૂ. 4.88 લાખનો જથ્થો જપ્ત કર્યો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

ગઈ કાલે તા.૨૧ ના રોજ મોરબી તાલુકા ના ભડિયાદ ગામ નજીક લોટસ કોલ કોર્પોરેસન નામના કારખાનાના ગ્રાઉંડ માથી ભારતીય બનાવટની વિદેશી દારુ ની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી કુલ બોટલો નંગ  ૧૬૪૪(કિ.રુ.૪,૮૮,૨૮૦)ઝડપી પાડવામાં આવ્યો છે આ જથ્થો ચંદ્રસીહ સરદારસીહ ઝાલા(ઉ.વ.૨૯,રહે લજાઈ) તથા નિકુંજભાઈ ભૂપતભાઇ રાજપરા (રહે.લીલપર)એ ગેરકાયદેસર,પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે રાખ્યો હતો પોલીસે વિદેશી દારુ અને આરોપીનો મોબાઇલ સહિત કુલ ૪,૮૯,૨૮૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આરોપી ચન્દ્રસીહને પકડી પાડ્યો છે તથા આરોપી નિકુંજ રેઇડ દરમિયાન હાજર ન હોવાથી  તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!