ભારતીય જનતા મોરબી જિલ્લા દ્વારા આજરોજ જિલ્લા સ્તરની બેઠક યોજવામાં આવી હતી. જેમાં 6 એપ્રિલના રોજ પાર્ટીના સ્થાપના દિવસના વિવિધ કાર્યક્રમો તેમજ 14 એપ્રિલના રોજ ડૉ.ભીમરાવ આંબેડકર જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેને લઇને તમામ મંડળથી લઇને બુથ સ્તર સુધી પરિપૂર્ણ કરવાની દિશામાં માર્ગદર્શન તેમજ સૂચના આપવામાં આવી હતી.
મોરબી ભાજપ દ્વારા આજરોજ જિલ્લા સ્તરની બેઠક આજરોજ યોજવામાં આવી હતી.શહેરના ઉમા હોલ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત તા. 6 એપ્રિલ ના રોજ પાર્ટી સ્થાપના દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો તેમજ તારીખ 14 એપ્રિલના રોજ ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકર જયંતિ નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમો સંદર્ભે પ્રદેશની સૂચના અનુસાર મોરબી જિલ્લા સ્તરની બેઠક ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવી હતી. ત્યારે આગામી કાર્યક્રમો સૌના પ્રયાસથી સુચારુ રૂપે સુદ્રઢતા પૂર્વક તમામ મંડળથી લઇને બુથ સ્તર સુધી પરિપૂર્ણ થાય એ હેતુથી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટીયા દ્વારા માર્ગદર્શન તેમજ સૂચના આપવામાં આવી હતી.આ તકે બેઠક માં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી હિતેશભાઈ ચોધરી , જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા સહિતના પાર્ટીના આગેવાનો, મંડળના પ્રમુખ, મહામંત્રીઓ, જિલ્લા મોરચા અને સેલના પ્રમુખ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.