Thursday, November 21, 2024
HomeNewsMorbiમોરબી બ્રહ્મસમાજના આગેવાનોનું રાજકોટ ખાતે ગાયત્રી મંદિર પાસે દીવાલ બનતી રોકવા માટે...

મોરબી બ્રહ્મસમાજના આગેવાનોનું રાજકોટ ખાતે ગાયત્રી મંદિર પાસે દીવાલ બનતી રોકવા માટે અનશન પર બેઠેલા યુવનનોને સમર્થન

મોરબી જીલ્લા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ મહામંત્રી નરેન્દ્રભાઈ જોશી,બ્રહ્મસમાજ આગેવાન મુકુંદભાઈ જોશી,યુવા આગેવાન કેયુરભાઈ પંડ્યા ની મ્યુ.કોર્પોરેશન ને કાયદાકીય લડાઈ આપવાની ખુલ્લી ચેતવણી અપાઈ

- Advertisement -
- Advertisement -

મોરબી બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા રાજકોટ કાલાવડ રોડ ખાતે ગાયત્રી મંદિર પાસે દિવાલ ઉભી કરવા મામલે યુવાનોએ વિરોધ કર્યો છે તેના સમર્થનમાં આવી અને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે જેમાં રાજકોટ કાલાવડ રોડ ખાતે આવેલ ગાયત્રી મંદિર ની આગળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાલ ઉભી કરવામાં આવી રહી છે જે દીવાલ ન કરવા માટે બ્રહ્મસમાજના યુવાનો આગળ આવ્યા છે અને તેમજ અહિંસાના માર્ગે આ દિવાલ બનાવવાનો વિરોધ કરી રાજકોટના બ્રહ્મ યુવાનો આમરણાંત ઉપવાસ પર બેઠેલા છે આ બ્રહ્મસમાજના યુવાનોને સમર્થન તથા કોઈ પણ પ્રકારની મોરબીના બ્રહ્મસમાજ તરફથી કે વ્યક્તિની મદદની જરૂર પડે એ માટે ખડેપગે તૈયાર છે ત્યારે કાયદાકીય લડાઈથી માંડી અને આર્થિક રીતે કોઈ પણ પ્રકારની મદદ માટે તૈયારી દર્શાવી અને સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી નરેન્દ્રભાઇ જોષી, બ્રહ્મસમાજના આગેવાન મુકુન્દરાય જોષી,યુવા પરશુરામ ગ્રુપના પૂર્વ પ્રમુખ અને યુવા બ્રહ્મઅગ્રણી કેયુરભાઇ પંડ્યાએ આ યુવાનોના હક માં લડાઈ માટે તૈયારી બતાવી અને સમર્થન જાહેર કર્યું છે ત્યારે આગેવાનોએ જણાવ્યું હતું કે વર્ષોથી લોકોની મુસીબતો માટે તૈયાર રહેતો બ્રહ્મસમાજ પોતાના જ કર્મની દેવી માટે લડાઈ કરી રહ્યો છે ત્યારે રાજકોટ મ્યુ.કોર્પોરેશન દ્વારા બ્રહ્મસમાજની ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે મોરબીના બ્રહ્મસમાજના આગેવાન મુકુંદભાઈ જોશીએ જણાંવ્યું હતું કે જો આગામી સમયમાં આ રાજકોટ ખાતેની ગાયત્રી મંદિર પાસેની દીવાલ બનતી રોકવામાં નહિ આવે તો કોર્ટનો સહારો લેતા પણ તેઓ અચકાશે નહિ અને રાજકોટ મ્યુ.કોર્પોરેશન આ માટે તૈયાર રહે તેવી અપીલ કરી ગાયત્રી મંદિરના અસ્તિત્વ માટે મોરબીના આગેવાનો આગળ આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!