મોરબીમાં શહેરમાં આવી અને ભૂગર્ભ ગટરના ઢાંકના ચોરતું દંપતી પોલીસ પકડમાં
મોરબીમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ચોરીના બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરતા જીજે ૧૩ એડબલ્યુ ૨૧૩૨ નંબરના માલવાહક વાહનનો ઉપયોગ ચોરીમાં કરાયો હોવાનું જાણવા મળ્યું હતું જે વાહન ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામના બી બી ઝાલાના નામે હોય અને પૂછપરછ કરતા વાહન સાતેક માસ અગાઉ પીન્ટુ કમાભાઈ દેવીપુજક રહે હાલ મોરબી સેવાસદન પાસે ઝૂપડપટ્ટી વાળાને વેચી નાખ્યાનું જણાવ્યું હતું જેથી એ ડીવીઝન ટીમે પીન્ટુ કમાભાઈ દેવીપુજક અને તેની પત્ની ગીતાબેન દેવીપુજકની સઘન પૂછપરછ કરતા મોરબીમાં છ સ્થળેથી ઢાંકણા ચોરી કર્યાની કબુલાત આપેલ અને ચોરીનો માલ ભંગારના ડેલાવાળા મુસા અલી કુરેશીને વેચ્યાની કબુલાત આપતા પોલીસે આરોપી પીન્ટુ કમાભાઈ દેવીપુજક અને ગીતાબેન પીન્ટુ દેવીપુજક રહે બંને મોરબી-૨ સેવાસદન પાસે ઝૂપડપટ્ટી વાળાને ઝડપી લીધા છે અને અન્ય આરોપીની તપાસ ચલાવી છે.